Skip to main content

આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

 આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

Valsad news : વલસાડમાં SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

             


Valsad news : વલસાડમાં SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ગત લોકસભાની ચૂંટણી ૨૦૧૯માં જે મતદાન મથકો પર ૫૦ ટકા કરતા ઓછુ મતદાન થયુ હોય એવા મતદાન મથકો પર ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને SVEEP નોડલ અધિકારી -વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ ગુરૂવારે વલસાડના વાઘદરડા ગામની પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. 

૫૦% કરતા ઓછું મતદાન ધરાવતા મતદાન મથકો ફલધરા- ૪ અને વેલવાચ-૧ માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે તા. ૦૪/૦૪/૨૦૨૪ ના રોજ ગુરૂવારે વાઘદરડા પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અર્જુનભાઈ પટેલ, બી.આર.સી. કૉ. તથા તાલુકા SVEEP નોડલ અધિકારી મિતેશભાઈ પટેલ અને જિલ્લા એમ.આઈ.એસ. અંકુરભાઈએ ઉપસ્થિત રહી ફલધરા અને વેલવાચ ગામમાંથી ઉપસ્થિત રહેલા ૧૪૦ જેટલા મતદાર ભાઈઓ, બહેનો, વડીલોને વધુમાં વધુ મતદાન કરાવવા માટે ગામના મતદારો તા. ૭ મી મે ના રોજ મતદાન મથકે જાય એ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંબંધિત બી.એલ.ઓ., તથા સુપરવાઈઝર આર્તિકભાઈ અને દિગ્વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા.


Comments

Popular posts from this blog

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                            Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્...

Valsad news:વલસાડ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી માર્ગદર્શન હેઠળ મતદાન જન જાગૃતિના કાર્યક્રમો યોજાયા.

Valsad news:વલસાડ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી માર્ગદર્શન હેઠળ મતદાન જન જાગૃતિના કાર્યક્રમો યોજાયા. મહિલાઓ દ્વારા મહેંદી દ્વારા મતદાનજાગૃતિનો સંદેશ. મહિલાઓ દ્વારા મહેંદી દ્વારા મતદાનજાગૃતિનો સંદેશ ૭મે એ મતદાન અચૂક કરીએ. @collectorvalsad @DDO_VALSAD @ECISVEEP @CEOGujarat pic.twitter.com/RXH71uB10N — District Election Officer Valsad (@DeoValsad) May 1, 2024 વલસાડ જિલ્લામાં મતદાન કર્મચારીઓની બીજી તાલીમ હાથ ધરવામાં આવી. Second Training of Polling Staff was conducted in Valsad district @CEOGujarat @ECISVEEP @DDO_VALSAD @collectorvalsad pic.twitter.com/qOiy5P2Qqq — District Election Officer Valsad (@DeoValsad) May 1, 2024 વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં મતદાનના દિવસે મતદાન કરવાના સંદેશ સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. Voting Awareness in industrial units in Valsad district is on-going with a message to vote on poll day i.e. 07/05/2024 between 7am to 6 pm @collectorvalsad @ECISVEEP @CEOGujarat @DDO_VALSAD pic.twitter.com/46J2Q7OH5o — District Election Offic...

શૈક્ષણીક જાહેરાત : ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ચીખલી પ્રવેશ જાહેરાત–2024

   શૈક્ષણીક જાહેરાત : ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ચીખલી પ્રવેશ જાહેરાત–2024