Skip to main content

આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

 આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                           


Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્થીનો કારકિર્દી માટેનો પાયો મજબૂત બને છે અને સાચા અર્થમાં જ્ઞાન આર્જિત કરીને વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવા સમર્થ બને છે.

વિદ્યાર્થીઓ સરળતાથી ગણિત, વિજ્ઞાન જેવા અઘરા વિષયો સમજી શકે તે સંદર્ભથી આપે વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરી ૪૨ એવાં રમકડાં બનાવ્યાં છે, જેનાથી વિદ્યાર્થીઓ ગમ્મત સાથે જ્ઞાન મેળવી રહ્યા છે તે આવકાર્ય છે. નકામી વસ્તુઓ એકત્ર કરી વિજ્ઞાનમાં દૃષ્ટિ સાતત્ય, રંગભેદ, ન્યૂટનના ગતિના નિયમો તેમજ ગણિતમાં છેદિકા અને સમાંતર રેખાના સૂત્રો સરળતાથી સમજાવવાનો આપનો પ્રયાસ સતુત્ય છે. જૂનાગઢ ખાતે યોજાયેલા સંશોધનાત્મક મેળામાં આપના બનાવેલ આ રમકડાં પ્રદર્શિત થયાં હતાં જે પૈકી ૧૫ રમકડાંને જીસીઈઆરટી દ્વારા પસંદ કરવામાં આવ્યાં છે તે પ્રશંસનીય છે. તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ જ પ્રકારે આપની સર્જનાત્મકતાના ઉપયોગ થકી વિદ્યાર્થીઓનો અભ્યાસ સરળ અને રસપ્રદ બનાવતા રહો એવી ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે હેમંતભાઈ પટેલને અંતરતમ્ શુભકામનાઓ પાઠવી છે.

Comments

Popular posts from this blog

Navsari news : નવસારી જિલ્લાની વિવિધ માધ્યમિક શાળાઓમાં sveep હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા.

         Navsari news : નવસારી જિલ્લાની વિવિધ માધ્યમિક શાળાઓમાં sveep હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા. આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મતદારોને જાગૃત કરવા માટે આજરોજ તારીખ  ૦૧-૦૪-૨ ૦૨૪નાં દિને નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદારોની જાગૃત્તિ માટે વિધાર્થીઓ દ્વારા વિવિધ અભિયાન હાથ ધરવામાં આવ્યા. શ્રીમતી ડી. એલ. કોન્ટ્રાકટર વિદ્યાલય બલવાડામાં સાયકલ રેલી દ્વારા મતદાર જાગૃતિ, શ્રેયસ હાઈસ્કૂલ, સાદકપોર ખાતે ચિત્ર સ્પર્ધા દ્વારા મતદાર જાગૃતિ, માતૃશ્રી એમ. યુ. પટેલ સાર્વજનિક માધ્યમિક શાળા પેઠાણ કોથમડી શાળામાં ચૂંટણીનો લોગોની આકૃતિ જેવા મતદાર જાગૃતિ  અંગેનાં કાર્યક્રમ  યોજાયા હતા.

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા.

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા. લો. સા. ચૂં. ૨૦૨૪ અંતર્ગત વાણીયા મીલ હાઈસ્કુલ આંતલિયાના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળો તથા દુકાનોમાં મુલાકાત કરી આગામી તા. ૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધું મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો કર્યા. pic.twitter.com/r56ki2NQNA — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે શ્રી દા.એ.ઈટાલીયા, સાર્વજનિક હાઈસ્કુલ, ચીખલીના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ચીખલીના બજાર વિસ્તારમાં વિવિધ દુકાનોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. pic.twitter.com/z4Uw8VPZ6K — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024 લો.સા.ચૂં. ૨૦૨૪ અન્વયે શ્રી બી.કે. પટેલ સાર્વજનિક હાઈસ્કુલ ગોંયદી, ભાઠલાના શિક્ષકો તથા અગ્રણી ગ્રામજનો દ્વારા વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા ૦૭ મે ૨૦૨૪ ના દિને મતદાન કરવા માટે મતદાન જાગૃતિ કાર...