Skip to main content

આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

 આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

Khergam: વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો.

               

Khergam: વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો.

 તારીખ: ૨૨/૦૩/૨૦૨૪ ના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮  બાળકો વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળામાં ટ્વિનીંગ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લીધી  હતી જેમાં શાળાના બાળકો ને જે તે ધોરણ માં બેસાડી અવનવી પ્રવુત્તિઓ તેમજ વિવિધ પ્રયોગો બતાવામાં આવ્યા હતા.. બાળકો ને ઔષધિ બાગ ની મુલાકાત કરાવી જેમાં ઔષધીઓ થી માહિતગાર કરવામાં આવ્યા હતા... ત્યાર બાદ બધા બાળકોને માટે નાસ્તાની વ્યવસ્થા હોય તે નાસ્તો લઈ વાડ મુખ્ય શાળામાં પરત આવ્યા હતા.. 

તારીખ.. ૨૩/૦૩/૨૦૨૪ ને શનિવાર ના રોજ વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ બાળકો વાડ મુખ્ય પ્રાથમિક શાળા મુલાકાત માટે આવ્યા હતા.. જેમાં દરેક બાળકોનું તેમજ બે શિક્ષક મિત્રોનું પુષ્પગુચ્છ અને બોલપેન આપી શાળા પરિવાર વતી સ્વાગત કરવામાં આવ્યું.. શાળાના શિક્ષક શ્રી  ધર્મેશકુમાર દ્વારા  વાડ મુખ્ય શાળાના બાળકોને આવકાર પ્રવચન તેમજ ટવિનિંગ કાર્યક્રમ અંગેની સમજ આપવામાં આવી ત્યાર બાદ દરેક બાળકો ને ધોરણ પ્રમાણે જેતે વર્ગ માં બેસાડવામાં આવ્યા જેમાં દરેક વિષય વસ્તુ નું ૩૦ મિનિટ સુધી.. વિષયવાર ટીવી પર સચિત્ર તેમજ વિડિયો દ્વારા શિક્ષણ કાર્યની  સમજ આપવામાં આવી અને વિવિધ  tlm નું નિદર્શન કરવામાં આવ્યું  ત્યાર બાદ દરેક બાળકોને કમ્પ્યુટર લેબ નીમુલાકાત કરવામાં આવી જેમાં દરેક બાળકોએ લેપટોપ પર કાર્ય કર્યું.. ત્યાર બાદ શાળા પુસ્તકાલય ની મુલાકાત લીધી અને બાળકો વિવિધ રમતો રમાડવામાં આવી અંતે બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો તેમજ વાડ મુખ્ય શાળાના તમામ બાળકો માટે પણ નાસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં દરેક બાળકોએ હોંશભેર ભાગ લીધો...




Comments

Popular posts from this blog

ધોડિયા સમાજનું ગૌરવ : ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની પુત્રીએ ૯૯.૪૩ ટકા મેળવ્યા.

      ધોડિયા સમાજનું ગૌરવ : ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની પુત્રીએ ૯૯.૪૩ ટકા મેળવ્યા.

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ  શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે  ...

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                            Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્...