Skip to main content

Posts

આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

 આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

Gandevi: સરીસ્ટેશન કન્યાશાળા નં-1 અમલસાડના શિક્ષિકાનો નિવૃત સન્માન સમારંભ યોજાયો.

      Gandevi:   સરીસ્ટેશન કન્યાશાળા નં-1 અમલસાડના શિક્ષિકાનો નિવૃત સન્માન સમારંભ યોજાયો.  તારીખ ૨૯-૦૩-૨ ૦૨૪નાં દિને સરીસ્ટેશન કન્યાશાળા નં-1 અમલસાડના સિનિયર શિક્ષિકા શ્રી સંગીતાબેન મુકેશભાઈ પટેલના નિવૃત્ત સન્માન સમારંભ, ધોરણ -8ના વિધાર્થીઓનો વિદાય સમારંભ અને તા.પં.દ્વારા મળેલ સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટરનુ ઉદ્ધાટન સમારંભ ત્રિવેણી કાર્યક્રમ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશભાઈ ટંડેલની અધ્યક્ષતામાં યોજાયો. ગામના સરપંચશ્રી નિલેશભાઈ અને એસ.એમ.સી અધ્યક્ષ શ્રી મોહનભાઈ અને તમામ સભ્યો તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં શાળાના સભાખંડમાં યોજાયો.. ઉપસ્થિત મહેમાનો, કેન્દ્રમાંથી પધારેલ શિક્ષક મિત્રો અને પરિવારજનોની હાજરી સમારંભની શોભા વધારી હતી. ઘટક શિક્ષક સંધના મહામંત્રી સતીષભાઈ, ખજાનચી ભૂપેન્દ્રભાઇ  દેવધા શાળાના આચાર્યશ્રી હેમાંગભાઈ અને શાળાનો ભૂતપૂર્વ સ્ટાફ તમામ બહેનોની વિશેષ ઉપસ્થિત રહી હતી. શાળાનાં આચાર્ય શ્રી અજુવેન્દ્ર પટેલે સર્વે મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Navsari : છાપરા પ્રા. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અંજલિ કુશવાહા ઇન્ડિયન નેવીમાં પસંદગી.

     Navsari : છાપરા પ્રા. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અંજલિ કુશવાહા ઇન્ડિયન નેવીમાં પસંદગી.  અંજલિ રમેશચંદ્ર કુશવાહાએ અશક્યને શક્ય કરી બતાવ્યું. તે અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી તેણીએ ધોરણ-1 થી 8નો અભ્યાસ છાપરા પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યો હતો. છૂટક મજૂરી કરતા રમેશભાઈને અંજલી સાથે 5 દીકરી છે પણ છતાં દરેક દીકરીને વિકસવાની પૂરેપૂરી તક આ પિતાએ આપી છે. વર્ષ 2012-13થી છાપરા શાળામાં શરૂ થયેલા કરાટે ક્લાસીસમાં તે જોડાઈ હતી. તે ધોરણ 4માં અભ્યાસ કરતી હતી.  તેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી ધોરણ ૧૦ અને ૧૨ કોમર્સની પરીક્ષા આપીને B.Com. શરૂ કર્યું. કોલેજના પ્રથમ વર્ષ વખતે જ તેણીના વિવાહ થઈ ગયા હતાં, છતાંય આ દીકરીએ ભારત માતાની સેવા કરવા માટે પોતાની મહેનત ચાલુ રાખી અને Indian Navy CBT Entrance Test પાસ કરી.  NMMSના એક્સ્ટ્રા ક્લાસ અને કરાટે ક્લાસીસે આ સિદ્ધિ આપવામાં મોટો ભાગ ભજવ્યો હોવાનું તેણીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું. Navy Sailor તરીકે ભરતીમાં મહિલાઓ માટે ૬૦ વેકેન્સી હતી જેમાં તેમણે ઓલ ઇન્ડિયામાં ટોપ ૨૫માં સ્થાન મેળવ્યું. એન્ટ્રન્સ એક્ઝામ, અંગ્રેજીમાં લેખિત પરીક્ષા, ફિઝિકલ ટેસ્ટ (૧૬૦૦ મ

Gandevi (amalsad) : ગણદેવી સરીસ્ટેશન કન્યાશાળામાં સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

      Gandevi (amalsad) : ગણદેવી  સરીસ્ટેશન કન્યાશાળામાં  સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. Gandevi (amalsad) : ગણદેવી  સરીસ્ટેશન કન્યાશાળામાં તા.26/03/24ને મંગળવારે સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન યોજવા પાછળનો મુખ્ય હેતુ સમાજિક વિજ્ઞાનમાં બાળકોને ઐતિહાસિક પાત્રો વિશે સરળતાથી પરિચિત થાય અને તેમણે કરેલા કાર્યો વિશે સવિશેષ જાણકરી મેળવવાનો રહેલો છે.  જેમાં ઐતિહાસિક પાત્રોની આબેહૂબ પ્રતિકૃતિ સ્વરૂપે વિધાર્થીનીઓએ વેશ પરિધાન કૃતિ રજૂ કરી હતી.ત્યારબાદ બીજા મણકામાં વિધાર્થીઓ એ પોતાની સર્જનાત્મકતા  સામાજિક વિજ્ઞાનના નાના મોટા મોડેલ્સ બનાવી સૌની સમક્ષ રજૂ કર્યા હતા. અંતે સામાજિક વિજ્ઞાનની ક્વિઝ રાખી વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરી શકાય? તે ત્રીજા મણકામાં સરળતાથી શીખવવામાં આવ્યું હતું. શાળ સ્ટાફ દ્વારા નિર્ણાયકની  કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર સામાજિક વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન સા.વિ. શિક્ષક ગૌરવભાઈ ખલાસી દ્વારા થયું.. જેમને પ્રેરક બળ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ પુરું પાડ્યું. શાળા એસ.એમ.સી સભ્યો તમામ હાજર હતા.. શિક્ષણ વિદ શ્રી સ્નેહાબેનના હસ્તે સમગ્ર પ્રદર

Khergam: વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો.

                Khergam: વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો.  તારીખ: ૨૨/૦૩/૨૦૨૪ ના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮  બાળકો વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળામાં ટ્વિનીંગ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લીધી  હતી જેમાં શાળાના બાળકો ને જે તે ધોરણ માં બેસાડી અવનવી પ્રવુત્તિઓ તેમજ વિવિધ પ્રયોગો બતાવામાં આવ્યા હતા.. બાળકો ને ઔષધિ બાગ ની મુલાકાત કરાવી જેમાં ઔષધીઓ થી માહિતગાર કરવામાં આવ્યા હતા... ત્યાર બાદ બધા બાળકોને માટે નાસ્તાની વ્યવસ્થા હોય તે નાસ્તો લઈ વાડ મુખ્ય શાળામાં પરત આવ્યા હતા..  તારીખ.. ૨૩/૦૩/૨૦૨૪ ને શનિવાર ના રોજ વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ બાળકો વાડ મુખ્ય પ્રાથમિક શાળા મુલાકાત માટે આવ્યા હતા.. જેમાં દરેક બાળકોનું તેમજ બે શિક્ષક મિત્રોનું પુષ્પગુચ્છ અને બોલપેન આપી શાળા પરિવાર વતી સ્વાગત કરવામાં આવ્યું.. શાળાના શિક્ષક શ્રી  ધર્મેશકુમાર દ્વારા  વાડ મુખ્ય શાળાના બાળકોને આવકાર પ્રવચન તેમજ ટવિનિંગ કાર્યક્રમ અંગેની સમજ આપવામાં આવી ત્યાર બાદ દરેક બાળકો ને ધોરણ પ્રમાણે જેતે વર્ગ માં બેસાડવામાં આવ્યા જેમાં દરેક વિષય વસ્તુ

Navsari : નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો.

    Navsari :  નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રથમ ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં મતદાર જાગૃતિ અર્થે વિદ્યાર્થીઓ દ્વારા મોક ચૂંટણી અને નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ  ગ્રીટીંગ્સ કાર્ડ બનાવવા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતે મતદાતા બની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો જાત અનુભવ મેળવ્યો હતો.

Khergam: પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં કુદરતી રંગોથી ધુળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

       Khergam: પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં કુદરતી રંગોથી ધુળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. તારીખ:૨૩-૦૩-૨૦૨૪નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં કુદરતી રંગોથી ધુળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો દ્વારા કેસૂડાનાં ફૂલો ભેગા કરવામાં આવ્યા હતા તેને ગરમ પાણીમાં ઉકાળીને રંગ વાવવામાં આવ્યો હતો. બાળકો  અને શિક્ષકો ઉત્સાહભેર આ પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો.  શાળાનાં આચાર્યશ્રી બબીતાબેન પટેલે હોળી અને ધૂળેટીના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. 

Khergam (vad):ખેરગામ તાલુકાની વાડ મુખ્ય શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઇ.

        Khergam (vad):ખેરગામ તાલુકાની વાડ મુખ્ય શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઇ. ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં તારીખ ૨૨/૦૩/૨૦૨૪ ને શુક્રવારના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઉપશિક્ષિકા શ્રીમતી કીર્તિદા જે. પટેલ એ વિશ્વ જળ દિવસનો મહિમા તેમજ પાણીની ઉપયોગીતા અંગે માહિતી આપી આપી હતી આ ઉપરાંત વિશ્વ જલ દિવસ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૬ થી ૮ ના બાળકોએ ભાગ લીધો હતો જેમાં બાળકોએ જળનું મહત્વ દર્શાવતા ચિત્રો દોર્યા હતા.  વિશ્વ જળ દિવસની ઉજવણીની કરવા બદલ ખેરગામ તાલુકાના BRC Co.  વિજયભાઈ દ્વારા શાળા પરિવારને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.