Skip to main content

Posts

આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

 આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

આદર્શ નિવાસી શાળામાં વર્ષ-૨૦૨૪-૨૦૨૫માં ધોરણ-૯માં પ્રવેશ મેળવવા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખ જાહેર.

           આદર્શ નિવાસી શાળામાં વર્ષ-૨૦૨૪-૨૦૨૫માં ધોરણ-૯માં પ્રવેશ મેળવવા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખ જાહેર.  આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમાર-કન્યા-મિશ્ર) માં ધોરણ-૯ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :-  તા. ૨૧/૦૩/૨૦૨૪  (બપોરે ૧૨.૦૦ કલાક) થી તા.  ૦૫/૦૪/૨૦૨૪  (સાંજે- ૬.૦૦ કલાક) ઓનલાઇન ફોર્મ ભરવા માટે official website    https://ans.orpgujarat.com ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી સૂચનાઓ:  હાલ વિધાર્થી જે તે શાળામાં ધોરણ -૮ માં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રી પાસેથી વિધાર્થીનો ૧૮ આંકડાનો (Student U-DISE Number) મેળવીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. વિધાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે મનપસંદ શાળા અને પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા. • વિધાર્થી એ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી (Size-20 KB ) jpg format )નો નમૂનો સાથે રાખવો જે અપલોડ કરવાનો રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તે ફોર્મ ની પ્રિન્ટ ડાઉનલોડ કરીને પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા હોય તે જ વિધાર્થીઓએ ઓનલાઈન હોલટીકીટ (પ્રવેશ પત

Navsari: નવસારીની નગરપ્રાથમિક શાળાના વિધાર્થીઓના વાલીઓ માટે મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો.

    Navsari: નવસારીની નગરપ્રાથમિક શાળાના વિધાર્થીઓના વાલીઓ માટે મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને. કઠપૂતલી, સિગ્નેચર ડ્રાઈવ, સેલ્ફી સ્ટેન્ડ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી મતદારોને જાગૃત કરાયા. (નવસારીઃ ૧૬-૦૨-૧૦૨૪  લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ SVEEP અંતર્ગત મતદાન જાગૃત્તિ અન્વયે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. મતદારોમાં મતદાન અંગે જાગૃત્તિ આવે તેવા ઉદેશ્યથી આજરોજ નવસારી-વિજલપોર નગરપાલિકાની કન્યાશાળાના વિધાર્થીઓના વાલીઓ માટે  મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નવસારી પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોરે જણાવ્યું હતું કે, ભારત સૌથી મોટી લોકશાહી ધરાવતો અને સૌથી વધુ યુવાધન ધરાવતું રાષ્‍ટ્ર છે. મતદારો મતદાન માટે સજાગ થાય તે જરૂરી છે. લોકશાહીના આ મહાપર્વમાં કોઇપણ મતદાતા મતદાન કર્યા વિના ન રહે અને નવસારી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે આથી દરેક મતદાર મતદાન કરી તેના અધિકાર અને ફરજની બેવડી ભૂમિકા અદા કરવા જિલ્લા તંત્ર દ્

Gandevi: ગણદેવી પોલીસ મથકે ૨૪ વર્ષીય યુવા આઈપીએસ સિમરન ભારદ્વાજની અજમાયશી ધોરણે નિયુક્તિ.

           Gandevi: ગણદેવી પોલીસ મથકે ૨૪ વર્ષીય યુવા આઈપીએસ સિમરન ભારદ્વાજની અજમાયશી ધોરણે નિયુક્તિ. ગણદેવી : ગણદેવી પોલીસ મથકે આઈપીએસ સિમરન ભારદ્વાજની આગામી ત્રણ માસ માટે અજમાયશી અધિકારી તરીકે નિયુક્તિ કરાઈ છે.તેમણે પદભાર સંભાળી લીધો હતો. આર્મી ઓફ્સિર પિતા મનોજ ભારદ્વાજની પુત્રી સિમરન ભારદ્વાજ (ઉ.વ.૨૪) વર્ષ ૨૦૨૨ ગુજરાત કેડર બેચ માં સૌથી નાની વયે આઇપીએસ ની સિદ્ધિ મેળવી છે. તમામ આઇપીએસ બેચ માં માત્ર ૨૨ વર્ષ ની વયે સિલેક્શન સાથે ઇતિહાસ રચાયો હતો. જેને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહનાં હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી. દરમિયાન ગૃહ વિભાગએ પ્રોબેશન તબક્કામાં આઇપીએસ અધિકારી તરીકે નિયુક્તિ આપી હતી.અહીં પ્રથમવાર મહિલા આઈપીએસ અધિકારી નિયુક્તિ થઈ છે. IPS ઓફિસર સિમરન ભારદ્વાજની વાર્તા અત્યંત પ્રેરણાદાયી અને પ્રેરક છે. આઈપીએસ ભારદ્વાજ હરિયાણાના એક ગામડાના છે. તેણી હંમેશા ભારતીય પોલીસ સેવા અધિકારી બનવાનું સપનું જોતી હતી. ભારદ્વાજે 2022 માં UPSC CSE ક્રેક કર્યું અને તેના પ્રથમ પ્રયાસમાં ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 172 મેળવ્યો હતો. UPSC CSE ક્લીયર કરતા પહેલા, ભારદ્વાજે 2021 માં AIR 6 સાથે UPSC CDS પરીક્ષા પા

Khergam : ખેરગામના N.S.S.ના બે સ્વયંસેવકો રાષ્ટ્રીય એકતા (NIC)-૨૦૨૪ શિબિરમાં ભાગ લેશે.

  Khergam : ખેરગામના N.S.S.ના બે સ્વયંસેવકો રાષ્ટ્રીય એકતા (NIC)-૨૦૨૪ શિબિરમાં ભાગ લેશે. ખેરગામના સરસીયા ખાતે આવેલી સરકારી વિનયન વાણિજય અને વિજ્ઞાન કોલેજના સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ અને રૂત્વિકાબેન સુધીરભાઈ પટેલ કૉલેજના આચાર્ય ડૉ. સંજયકુમાર એમ. પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) વિભાગ દ્વારા તા.૧૬ થી તા.૨૨ દરમિયાન ફ્કીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા શિબિર (NIC)-૨૦૨૪ માં ભાગ લેશે.એન.એસ.એસ. પ્રાદેશિક નિર્દેશાલય, ભુવનેશ્વર અને યુવા અને રમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા ફ્કીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે યોજિત શિબિરમાં સમગ્ર ભારતભરના વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઓળખ કરાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોના કુલ ૧૨૨ N.S.S. ના સ્વયંસેવકો ભાગ લેશે. જેમાં સમગ્ર ગુજરાત રાજયમાંથી વિવિધ યુનિવર્સિટીઓમાંથી માત્ર ચાર સ્વયંસેવકો અને ચાર સ્વયંસેવિકાઓ મળી કુલ ૮ સ્વયંસેવકોને કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ખેરગામ કોલેજના બે સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ અને રૂત્વિક

Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા.

                  Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા. તારીખ ૧૩-૦૩-૨ ૦૨૪નાં દિને બીજા સેશન દરમ્યાન ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પ્રથમ બી.એલ.ઓ. દ્વારા બુથની માહિતી લેવામાં આવી. ત્યાર બાદ ધોરણ -૭ નાં વર્ગખંડમાં દાખલ થઈ શિક્ષકની ખુરશી પર બેસતા પહેલાં બાળકો પાસે બેસવા અંગે પૂછવામાં આવતાં બાળકો નવાઈ પામ્યા હતા. એક અધિકારી શિક્ષકની ખુરશી પર બેસવા અંગે મંજૂરી માંગે અને તે પણ બાળકો પાસે એ બાળકો માટે નવાઈની વાત  કહેવાય. જે તેમણે નમ્રતાનાં ગુણનું પ્રત્યક્ષ શિક્ષણ આપ્યું હતું.  સાહેબે વર્ગમાં અધિકારી તરીકે નહિ પરંતુ શિક્ષકની જેમ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.વાતચીત દરમ્યાન બાળકો પણ જાણે શિક્ષક સાથે જ વાતચીત કરતા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. જે આજના વર્તમાન સમયમાં જવલ્લે જોવા મળે છે. બાળકો દ્વારા અંગ્રેજીમાં અભિવાદન કર્યા બાદ  સાહેબે માતૃભાષામાં અભિવાદન કરી માતૃભાષાના ગૌરવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યાર

વલસાડની દિકરી ૧૪મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામી.

      વલસાડની દિકરી ૧૪મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામી.  વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજમાં ટી.વાય.બી.કોમ.માં અભ્યાસ કરતી કુ.નેહા નિશાદ ગુજરાત રાજ્યની હોકી સિલેકશન ટ્રાયલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પુને મહારાષ્ટ્ર મુકામે યોજાનાર ૧૪મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામી.

Rumla : ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨નાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

           Rumla : ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨નાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી. તારીખ ૧૧-૦૩-૨૦૨૪નાં દિને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્ર જાગૃતિ વિદ્યાલય રૂમલા ખાતે ચિખલી અને ખેરગામ વિસ્તારની વિવિધ શાળાઓના ૪૫૦થી વધુ  વિદ્યાર્થીઓને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ પોતે પરીક્ષા સ્થળ પર ઉપસ્થિત રહી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.