Skip to main content

આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

 આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા.

                 

Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા.

તારીખ ૧૩-૦૩-૨ ૦૨૪નાં દિને બીજા સેશન દરમ્યાન ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પ્રથમ બી.એલ.ઓ. દ્વારા બુથની માહિતી લેવામાં આવી. ત્યાર બાદ ધોરણ -૭ નાં વર્ગખંડમાં દાખલ થઈ શિક્ષકની ખુરશી પર બેસતા પહેલાં બાળકો પાસે બેસવા અંગે પૂછવામાં આવતાં બાળકો નવાઈ પામ્યા હતા. એક અધિકારી શિક્ષકની ખુરશી પર બેસવા અંગે મંજૂરી માંગે અને તે પણ બાળકો પાસે એ બાળકો માટે નવાઈની વાત  કહેવાય. જે તેમણે નમ્રતાનાં ગુણનું પ્રત્યક્ષ શિક્ષણ આપ્યું હતું.  સાહેબે વર્ગમાં અધિકારી તરીકે નહિ પરંતુ શિક્ષકની જેમ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.વાતચીત દરમ્યાન બાળકો પણ જાણે શિક્ષક સાથે જ વાતચીત કરતા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. જે આજના વર્તમાન સમયમાં જવલ્લે જોવા મળે છે. બાળકો દ્વારા અંગ્રેજીમાં અભિવાદન કર્યા બાદ  સાહેબે માતૃભાષામાં અભિવાદન કરી માતૃભાષાના ગૌરવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યાર બાદ ધોરણ ૭નાં બાળકોનો કલાસ લીધો હતો.પ્રથમ સાહેબે તેમનો પરિચય આપી બાળકોને પરિચય મેળવ્યો હતો ત્યારબાદ બાળકો પાસેથી પ્રશ્નોત્તરી દ્વારા શૈક્ષણિક બાબતે પ્રશ્નો પૂછ્યા હતા. બાળકો ભવિષ્યમાં મોટા થઈને શું બનવા માંગે છે?તે અંગે પ્રશ્નો પૂછતા બાળકોના આનંદિત ચહેરે ઉત્તર આપ્યા હતા. તેમજ  મધ્યાહન ભોજન બાબતે આજે શું જમવાનું આવ્યું હતું? તમે દરરોજ નિયમિત જમો છો? સૌથી વધારે કયા દિવસે જમવાનું વધુ ગમે છે? 

ત્યાર બાદ મુખ્ય શિક્ષક પાસેથી બુથ અને મધ્યાહન ભોજન યોજના અંગેની વિગતો જાણી હતી તેમજ શાળામાં કેટલા ધોરણ ચાલે છે? બાળકો નિયમિત મધ્યાહન ભોજનમાં ભાગ લે છે? તેમજ  મધ્યાહન ભોજન બાબતે શિક્ષકો પાસેથી અભિપ્રાય મેળવ્યા હતા. બીજા અન્ય ધોરણની ઉડતી મુલાકાત લઈ કયા ધોરણના  વિદ્યાર્થીઓ કયા વર્ગમાં બેસે તેમજ શાળાની કુલ કેટલી સંખ્યા  સહિતની માહિતી મેળવી હતી. 

Comments

Popular posts from this blog

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.   આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/qiQVexsrS8 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ  શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે  ...

Surendranaga,limdi news: સુરેન્દ્રનગરના લીંબડી ખાતે ખેલ મહાકુંભ ૨.૦ રાજ્ય કક્ષાની ખો ખો અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા સંપન્ન.

   Surendranaga,limdi news: સુરેન્દ્રનગરના લીંબડી ખાતે ખેલ મહાકુંભ ૨.૦ રાજ્ય કક્ષાની ખો ખો અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા સંપન્ન. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા તા.૧૯ થી ૨૧ મે, ૨૦૨૪ સુધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, લીંબડી ખાતે યોજાઈ હતી આ સ્પર્ધાના સમાપન પ્રસંગે જિલ્લા કલેકટર કે સી સંપટે ખાસ ઉપસ્થિત રહી સર્વે ખેલાડીઓને ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેડલો મેળવીને જિલ્લા સહિત રાજ્યનું નામ રોશન કરે તે માટે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં અંડર-૧૭ ભાઈઓની ઝોન મુજબ ૮ ટીમોએ ભાગ લીધો હતો જેમાં પંચમહાલ જિલ્લાની ટીમ પ્રથમ સ્થાન, ડાંગ જિલ્લાની ટીમ દ્વિતીય સ્થાન અને મોરબી જિલ્લાની ટીમે તૃતિય સ્થાન મેળવ્યું હતું આ સમાપન પ્રસંગે ઉપસ્થિત કલેકટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, લીંબડી મામલતદાર કે.ડી.સોલંકી સોલંકી, ગુજરાત રાજ્...