Skip to main content

આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

 આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

Khergam: ખેરગામની ITI માં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કેમ્પમાં 29 યુનિટ રક્ત એકત્ર.

 Khergam: ખેરગામની ITI માં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કેમ્પમાં 29 યુનિટ રક્ત એકત્ર.

14 જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગ થી ખેરગામ આ.ઈ.ટી.આઈ અને ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પની શરૂઆત ઉપસ્થિત ખેરગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઝરણાબેન,ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ,શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના વિરેનભાઈ ગાંધી,દેવલબેન મોદી સહિતના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં આ.ઈ.ટી.આઈમાં અભ્યાસ કરી રહેલા યુવાનો તેમજ ખેરગામના કેટલાક રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું.રક્તદાન કેમ્પમાં 29 જેટલી રક્તની બોટલ એકત્રિત થયું હતું.


Comments

Popular posts from this blog

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                            Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્...

આ ધોડીઆ વળી શું છે?

                આ ધોડીઆ વળી શું છે? સુરત જિલ્લાના મહુવા તાલુકાના નાનકડા અનાવલની બાજુમાં ગણતરીનાં ખોરડાંવાળા ગામ કોષમાં રહેતા ૪૭ વર્ષી આદિવાસી કુલીન પટેલ વ્યવસાયે તો ફોટોગ્રાફર છે, પણ એમની ઓળખ અલ્પ પ્રચલિત ધોડીઆ ભાષાના જતન માટેની છે. એ છેલ્લા દોઢ દાયકાથી ધોડીઆ શબ્દસંગ્રહ બનાવી રહ્યા છે. ૧૫૦૦થી વધુ શબ્દો સાથે એ તૈયાર છે અને એને પ્રકાશિત કરવાની મથામણ કરી રહ્યા છે. કુલીનભાઈ ધોડીઆ ભાષામાં કવિતા લખે છે. ભાષાની સાથે ઘોડીઆ સંસ્કૃતિનાં ગીત-નૃત્ય- પરંપરા-ધાર્મિક આસ્થા, વગેરેનું એ દસ્તાવેજીકરણ કરતા રહે છે. ગયા ઉનાળુ વૅકેશનમાં એમણે એક નવો પ્રયોગ કર્યોઃ પોતાના ઘરે ધોડીઆ ભાષાના તાલીમવર્ગ શરૂ કર્યા. કોરોના આવ્યો ત્યાં સુધી એ નિયમિત ચાલ્યા. કોરોના કાળમાં આ વર્ગ ઑનલાઈન શરૂ થયા. લગભગ દર પંદર દિવસે કુલીન પટેલની સાથે કોઈ ગાયક કે શિક્ષક જોડાય અને ધોડીઆ ભાષાની વાત કરે. કોરોના જાય પછી ફરી નિયમિત રીતે વર્ગો શરૂ થઈ જશે. અલબત્ત, સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરી વિસ્તારમાં રહેતા ધોડીઆ જ્ઞાતિના લોકો પોતાનાં બાળકો માટે ભાષાની પ્રાથમિક જાણકારી માટેના વર્ગો શરૂ કરવાની તૈયારી કર...

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

                                           આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું  દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે પોર, ચક્રમ ચાડીયો, તેઓ people's linguistics surve...