Skip to main content

આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

 આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

                  

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે.

શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર

Comments

Popular posts from this blog

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                            Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્...

Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ.

                Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ. આગામી લો.સા. ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આગામી લો.સા. ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. #Election2024   #ElectionAwareness   #VotingRights   pic.twitter.com/LWXu7X7msX — Collector & DM Navsari (@CollectorNav)  April 11, 2024

ડૉ. બાબા સાહેબ આંબેડકરનું ભારતીય લોકો માટે આપેલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ યોગદાન.

                      ડૉ. બાબા સાહેબ આંબેડકરનું ભારતીય લોકો માટે આપેલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ યોગદાન. ડો. ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ, ૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશના મહુમાં ત્યારે અછૂત ગણાતી મહાર જાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અંબાવાડેના વતની હોવાથી તેમની અટક આંબાવાડેકર હતી, પરંતુ એક શિક્ષકે શાળાના રજિસ્ટરમાં આંબેડકર કરીને પછી એ જ અટક રહી. તેમનો પરિવાર મુંબઈ વસ્યો એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું અને ૧૯૦૭માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. ૧૯૧૩માં અમેરિકાની કોલમ્બિયા યુનિર્વિસટીમાંથી એમએ અને પીએચડી થયા. અમેરિકાથી પરત ફરીને તેઓ થોડાં વર્ષો ભારતમાં રહ્યા અને ફરીથી વધુ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા અને ૧૯૨૩માં બેરિસ્ટર બન્યા. ઈંગ્લેન્ડથી પાછા ફર્યા પછી તેઓ મુંબઈની લો કોલેજમાં પ્રોફેસર બન્યા. એ દરમિયાન જ તેમણે વર્ષોથી વંચિત રહેલા દલિતોના સન્માન અને અધિકાર માટે આજીવન કામ કર્યું.૧૯૪૭માં ભારતની વચગાળાની સરકારમાં ડો. આંબેડકર ભા...