Skip to main content

Posts

Showing posts from April, 2024

આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

 આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા.

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા. લો. સા. ચૂં. ૨૦૨૪ અંતર્ગત વાણીયા મીલ હાઈસ્કુલ આંતલિયાના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળો તથા દુકાનોમાં મુલાકાત કરી આગામી તા. ૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધું મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો કર્યા. pic.twitter.com/r56ki2NQNA — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે શ્રી દા.એ.ઈટાલીયા, સાર્વજનિક હાઈસ્કુલ, ચીખલીના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ચીખલીના બજાર વિસ્તારમાં વિવિધ દુકાનોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. pic.twitter.com/z4Uw8VPZ6K — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024 લો.સા.ચૂં. ૨૦૨૪ અન્વયે શ્રી બી.કે. પટેલ સાર્વજનિક હાઈસ્કુલ ગોંયદી, ભાઠલાના શિક્ષકો તથા અગ્રણી ગ્રામજનો દ્વારા વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા ૦૭ મે ૨૦૨૪ ના દિને મતદાન કરવા માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો કરા

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.   આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/qiQVexsrS8 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

      Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી.

            Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તાજેતરમાં નવસારી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી દોરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી સહિત શિક્ષણાધિકારીની કચેરીએ વિવિધ કામ માટે આવતા નાગરિકોને રંગોળી દ્વારા મતદાન કરવા અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો. Credit :  વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી

Gandevi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ.

                  Gandevi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ. સરકારી શાળામાં બાળકોના નામાંકનમાં વધારો થાય એ હેતુસર નવસારી જિલ્લા તા.ગણદેવીની છાપર પ્રાથમિક શાળાએ શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓનાં ફોટા સહિતની જાહેરાતનાં બેનર બનાવી સોશ્યલ મીડિયામાં મુકવામાં આવ્યા છે.  જેમાં બાલવાટિકા અને ધોરણ -૮ માં પ્રવેશ મેળવવા માટે કયા કયા દસ્તાવેજો રજૂ કરવા બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાલવાટિકામાં પ્રવેશ મેળવવા ઉંમર બાબતે ૩૧-૦૫-૨ ૦૧૯નાં રોજ ૫ વર્ષ પૂરાં કરેલ હોવા બાબતે જણાવવામાં આવ્યું છે. હાલ સરકારશ્રી દ્વારા તમામ સરકારી શાળાઓમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સ્માર્ટ બોર્ડ,સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પુટર રૂમ, ઈન્ટરનેટની સુવિધા, લાઇબ્રેરીની સુવિધા, જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ડૉ. બાબા સાહેબ આંબેડકરનું ભારતીય લોકો માટે આપેલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ યોગદાન.

                      ડૉ. બાબા સાહેબ આંબેડકરનું ભારતીય લોકો માટે આપેલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ યોગદાન. ડો. ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ, ૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશના મહુમાં ત્યારે અછૂત ગણાતી મહાર જાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અંબાવાડેના વતની હોવાથી તેમની અટક આંબાવાડેકર હતી, પરંતુ એક શિક્ષકે શાળાના રજિસ્ટરમાં આંબેડકર કરીને પછી એ જ અટક રહી. તેમનો પરિવાર મુંબઈ વસ્યો એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું અને ૧૯૦૭માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. ૧૯૧૩માં અમેરિકાની કોલમ્બિયા યુનિર્વિસટીમાંથી એમએ અને પીએચડી થયા. અમેરિકાથી પરત ફરીને તેઓ થોડાં વર્ષો ભારતમાં રહ્યા અને ફરીથી વધુ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા અને ૧૯૨૩માં બેરિસ્ટર બન્યા. ઈંગ્લેન્ડથી પાછા ફર્યા પછી તેઓ મુંબઈની લો કોલેજમાં પ્રોફેસર બન્યા. એ દરમિયાન જ તેમણે વર્ષોથી વંચિત રહેલા દલિતોના સન્માન અને અધિકાર માટે આજીવન કામ કર્યું.૧૯૪૭માં ભારતની વચગાળાની સરકારમાં ડો. આંબેડકર ભારતના પ્રથમ કાયદાપ્રધાન બન્યા. ત્યાર પછી ૨૯ ઓગસ્ટે ભારત

Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ.

                Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ. આગામી લો.સા. ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આગામી લો.સા. ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. #Election2024   #ElectionAwareness   #VotingRights   pic.twitter.com/LWXu7X7msX — Collector & DM Navsari (@CollectorNav)  April 11, 2024

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                                                                       Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ:૧૨-૦૪-૨૦૨૪ નાં દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં શાળાનાં બાળકો, શિક્ષકો અને ધોરણ -૮ નાં બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક બાળકો ધોરણ ૧માં અને ધોરણ -૬ માં દાખલ  થઈ ધોરણ ૮ સુધી આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ બાળકોની યાદો આ શાળા સાથે જોડાયેલા રહેશે.કાર્યક્રમ ના અંતે ધોરણ 7 ની બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું.       ત્યારબાદ ધોરણ 8 ની બાળાઓએ પોતાના સંસ્મરણો પોતાની મૌલિક શૈલીમાં રજૂ કરી સંપૂર્ણ વાતાવરણ ભાવુક બનાવ્યું જે શાળા પરિવારની એકબીજા સાથેની આત્મીયતા દર્શાવે છે. પ્રથમ ધોરણ -૮ નાં વર્ગ શિક્ષક શ્રીમતી પ્રિયંકા દેસાઈએ તમામ બાળકો ભવિષ્યમાં ભણીગણીને આગળ વધે તેવા પ્રોત્સાહક પ્રવચન કર્યું હતું. જ્યારે વૈશાલીબેન પટેલ ભાવુક થઈ ગળગળા અવાજે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.  શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલે પણ બાળકોના ઉજ્જવળ કારકિર્દ

Navsari news: નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો.

                                     Navsari news: નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો. તારીખ ૦૯-૦૪-૨ ૦૨૪નાં દિને નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. ધોરણ 8 ના બાળકોએ ધોરણ ૧ થી ૮ સુધીની તેમની શૈક્ષણિક સફર વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. ધોરણ ૧ થી પોતાની શૈક્ષણિક કારકિર્દીની શરુઆત કરનાર બાળકને શિક્ષકનો માતૃપ્રેમ મેળવી તેમણે ધોરણ ૮ સુધીની સફર દરમ્યાન કેટકેટલા સારા નરસા પ્રસંગોમાંથી તેઓ પસાર થયા છે. બાળપણની સ્મૃતિઓ કદી ભૂલી શકાતી નથી. પોતાના અનુભવો રજૂઆત કરતી વખતે વિદ્યાર્થીઓ ભાવવિભોર બની તેમની આંખના ખૂણામાંથી આંસુ ડોક્યું કરતાં હતાં.  શાળાનાં આચાર્યશ્રી ફુલચંદ ભગતાણી અને શાળાનાં શિક્ષક ઉપરાંત નવસારી જિલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલે શાળા બાળકોને ભવિષ્યમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ધોરણ -૮ નાં વર્ગશિક્ષક દ્વારા પણ બાળકોને પ્રોત્સાહક પ્રવચન રજૂ કર્યું હતું. તેમજ  સતત સફળતા મેળવે તેવા આશીર્વાદ અને આશી વચન આપ્યા ત્યાર બાદ બાળકો દ્વારા ફોટોસૂટ યોજી પ્રસંગને યાદગા

Navsari news : નવસારી રેલ્વે સ્ટેશન અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

                                                                 Navsari news : નવસારી રેલ્વે સ્ટેશન અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. અવસર લોકશાહીનો ચાલો મતદાન કરીએ"      તારીખ : ૦૯-૦૪-૨૦૨૪નાં દિને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત રેલવે સ્ટેશન નવસારી અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી બનાવી મતદારોને મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા. #Loksabhaelection #Election2024  #ElectionAwareness#IVote4Sure  #VotingRights Image & video courtesy: collector & DM NAVSARI Twitter    

Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ.

                  Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ. ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ"  તારીખ :૦૮-૦૪-૨૦૨૪નાં દિને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત જીલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારીમાં મતદાર જાગૃતિ માટે રંગોળી બનાવવામાં આવી.

Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                      Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૫-૦૪-૨૦૨૪નાં દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક શિક્ષકમિત્રો એ ધોરણ 8 ના બાળકો ને આશીર્વચન આપ્યા તેમજ ધોરણ 8 દીકરી ઊર્જા પટેલ અને માનસી પટેલે ધોરણ 1થી 8 સુધી ના અભ્યાસ કરેલ તેનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ ધોરણ 8 માં વર્ગ શિક્ષક શ્રી ધર્મેશ પટેલ અને ગોવિંદભાઈ પટેલ બાળકોને ફૂલ અને પેન આપી સન્માન કર્યું હતું.તેમજ આ ધોરણ 8 બાળકો તરફથી સ્પીચ ટેબલ સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું.અંતે શાળાના મુખ્ય શિક્ષક કિરીટભાઈ એ બાળકો આગળ અભ્યાસ કરી પોતાના જીવન પ્રગતિના પંથે આગળ વધે એ માટે શુભ કામના પાઠવી હતી અને સમગ્ર શાળા પરિવારનો આભાર માન્યો હતો....અંતે શાળાના તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

                       Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો. પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. વહેલું કે મોડું

Valsad news : વલસાડમાં SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

              Valsad news : વલસાડમાં SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ગત લોકસભાની ચૂંટણી ૨૦૧૯માં જે મતદાન મથકો પર ૫૦ ટકા કરતા ઓછુ મતદાન થયુ હોય એવા મતદાન મથકો પર ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને SVEEP નોડલ અધિકારી -વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ ગુરૂવારે વલસાડના વાઘદરડા ગામની પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.  ૫૦% કરતા ઓછું મતદાન ધરાવતા મતદાન મથકો ફલધરા- ૪ અને વેલવાચ-૧ માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય  એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે તા. ૦૪/૦૪/૨૦૨૪ ના રોજ ગુરૂવારે વાઘદરડા પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અર્જુનભાઈ પટેલ, બી.આર.સી. કૉ. તથા તાલુકા SVEEP નોડલ અધિકારી  મિતેશભાઈ પટેલ અને જિલ્લા એમ.આઈ.એસ. અંકુરભાઈએ ઉપસ્થિત રહી ફલધરા અને વેલવાચ ગામમાંથી ઉપસ્થિત રહેલા ૧૪૦ જેટલા મતદાર ભાઈઓ, બહેનો, વડીલોને વધુમાં વધુ મતદાન કરાવવા માટે ગામના મતદારો તા. ૭ મી મે ના રોજ મતદાન મથકે જાય એ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

Navsari news : લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અંતર્ગત sveep હેઠળ દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

       Navsari news : લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અંતર્ગત sveep હેઠળ દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. તારીખ ૩૦-૦૩-૨૦૨૪નાં દિને લો.સા.ચૂં.-૨૦૨૪ અંતર્ગત SVEEP હેઠળ દિવ્યાંગ મતદાતા માટે પ્ર.સ.કોઠારી બહેરા-મુંગા વિવિધલક્ષી વિદ્યાલય-વિજલપોર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.જેમાં દિવ્યાંગ અને વૃધ્ધ મતદારોને મતદાન સમયે આપવામાં આવતી સવલતો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં .

Navsari news : નવસારી જિલ્લાની વિવિધ માધ્યમિક શાળાઓમાં sveep હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા.

         Navsari news : નવસારી જિલ્લાની વિવિધ માધ્યમિક શાળાઓમાં sveep હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા. આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મતદારોને જાગૃત કરવા માટે આજરોજ તારીખ  ૦૧-૦૪-૨ ૦૨૪નાં દિને નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદારોની જાગૃત્તિ માટે વિધાર્થીઓ દ્વારા વિવિધ અભિયાન હાથ ધરવામાં આવ્યા. શ્રીમતી ડી. એલ. કોન્ટ્રાકટર વિદ્યાલય બલવાડામાં સાયકલ રેલી દ્વારા મતદાર જાગૃતિ, શ્રેયસ હાઈસ્કૂલ, સાદકપોર ખાતે ચિત્ર સ્પર્ધા દ્વારા મતદાર જાગૃતિ, માતૃશ્રી એમ. યુ. પટેલ સાર્વજનિક માધ્યમિક શાળા પેઠાણ કોથમડી શાળામાં ચૂંટણીનો લોગોની આકૃતિ જેવા મતદાર જાગૃતિ  અંગેનાં કાર્યક્રમ  યોજાયા હતા.

Navsari news : નવસારી શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરાઈ.

        Navsari news : નવસારી શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરાઈ. નવસારી જિલ્લાની શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલ શાળામાં આવનારી લોકસભા ચૂંટણી ૨૦૨૪ના જનજાગૃતિના ભાગરૂપે શાળાના આચાર્ય અને શિક્ષક મિત્ર દ્વારા બાળકો ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતગાર બને તથા વિદ્યાર્થીઓના વાલીઓમાં મતદાન અંગે જનજાગૃતિ આવે તે અર્થે વિવિધ મતદાન જાગૃતિ અંગેની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તાજેતરમાં શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા ' VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરવામાં આવી હતી. જેને લઇ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સાથે શેઠ એચ.સી.પારેખ નવસારી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ માનવ આકૃતિ તૈયાર કરી જનજાગૃતિ થકી મતદાન અંગે લોકજાગૃતિનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું.