Skip to main content

Posts

આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

 આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

Songadh,Vyara,Mahuva,Kim,Mangrol,Valod,Bardoli,Umarpada, palsana,Nizar, kukarmunda,Uchchhal,Kim, Olpad, Surat, Kamarej and Mandavi Taluka world environment day celebration news

                                              Songadh,Vyara,Mahuva,Kim,Mangrol,Valod,Bardoli,Umarpada, palsana,Nizar, kukarmunda,Uchchhal,Kim, Olpad, Surat, Kamarej and Mandavi Taluka world environment day celebration news

ચીમનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ : NMMS પરીક્ષામાં પાંચ વિધાર્થીઓએ બાજી મારી.

 ચીમનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ : NMMS પરીક્ષામાં પાંચ વિધાર્થીઓએ બાજી મારી. વર્ષ 2023-2024માં લેવાયેલ NMMSની પરીક્ષામાં ખેરગામ તાલુકાની ચીમનપાડા પ્રાથમિક શાળાના પાંચ વિધાર્થીઓએ બાજી મારી હતી. જેમાં ક્રિષ્ના પી.ગાંવિત 146 ગુણ,  ભાર્ગવી પટેલ 131 ગુણ, મહેક પટેલ 128 ગુણ, ફ્રેની પટેલ 121 ગુણ, અને રિયા પટેલે 120 ગુણ મેળવ્યા છે. શાળાના આચાર્યશ્રી ધર્મેશભાઈએ બાળકોની સફળતા માટે શાળાનાં શિક્ષકોની મહેનતને યશ આપ્યો હતો.  દર વર્ષે આ શાળામાંથી  ઓછામાં ઓછાં  બે કે તેથી વધુ  વિદ્યાર્થીઓ nmms પરીક્ષામાં પાસ થઈ  મેરીટમાં સ્થાન પામે છે.  ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ, આચાર્યશ્રી ધર્મેશભાઈ સહિત શાળા પરિવાર, એસ.એમ.સી.નાં સભ્યો અને ગ્રામજનો તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

શિક્ષકનો જીવ બચાવવા 13 વર્ષની આદિવાસી દીકરીએ શહીદી વ્હોરી.

      શિક્ષકનો જીવ બચાવવા 13 વર્ષની આદિવાસી  દીકરીએ શહીદી વ્હોરી. વાત છે. જયપુર રાજ્યના ડુંગરપુર જિલ્લાની  13 વર્ષની દીકરી કાલીબાઈની. તેમણે નાની ઉંમરે શિક્ષકનો જીવ બચાવવા શહીદી વ્હોરી તેની કહાની અહીં રજૂ કરવામાં આવી છે.  આઝાદી પહેલા જ્યારે રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં એક ષડયંત્ર હેઠળ અત્યાચારના અંધકારથી શિક્ષણનો પ્રકાશ ઓલવાઈ રહ્યો હતો. શાળાઓને તાળાં મારવામાં આવ્યા હતા અને શિક્ષકોને ખેંચીને મારવામાં આવ્યા હતા. સરકારી આતંકવાદના એ વાતાવરણમાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના નાનકડા ગામ રસ્તાપાલની કાલીબાઈ ભીલ પોતાના ગુરુને બચાવવા હાથમાં દાતરડી લઈને સરકારી સૈનિકો સાથે એકલા લડ્યા હતાં. રસ્તાપાલ ગામની શાળાના શિક્ષક સેંગાભાઈનો જીવ બચાવતી વખતે કાલીબાઈ ભીલ તે સમયના જુલમી શાસનની ગોળીઓનો ભોગ બન્યા હતા. તેમણે 20 જૂન 1947ના રોજ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. ગત મંગળવારે કાલીબાઈ ભીલનો બલિદાન દિવસ હતો, પરંતુ ન તો કાલીબાઈ ભીલના બલિદાનને સરકારી શાળાઓમાં યાદ કરવામાં આવ્યું કે ન તો આદિવાસીઓના ભલા માટે લડતી સંસ્થાઓમાં તેની ચર્ચા થઈ. રાજસ્થાનમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કાલીબાઈ ભીલ સ્કૂટી સરકારી યોજના સિવાય,

Chikhli Majigam school : દિવ્યાંગોના ખેલ મહાકુંભમાં ૧૦૦-મીટર દોડમાં મજીગામની ક્રિશિતા રાઠોડ ત્રીજા સ્થાને

   Chikhli Majigam school :  દિવ્યાંગોના ખેલ મહાકુંભમાં ૧૦૦-મીટર દોડમાં મજીગામની ક્રિશિતા રાઠોડ ત્રીજા સ્થાને ચીખલી નજીકના મજીગામ પ્રાથમિક શાળાની ધોરણ-૮ ની વિદ્યાર્થિની દિવ્યાંગોના ખેલ મહાકુંભમાં ૧૦૦-મીટર દોડમાં રાજ્યકક્ષાએ ત્રીજો નંબર મેળવી શાળા અને ગામનું ગૌરવ વધાયું હતું.નડિયાદના સ્પોર્ટ્સ MARI કોમ્પલેક્ષમાં ૦ થી ૧૬ વર્ષની કેટેગરીની વિદ્યાર્થિનીઓ માટે દિવ્યાંગ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં મજીગામ પ્રાથમિક શાળાની ધોરણ-૮ ની વિદ્યાર્થિની ક્રિશિતા ધર્મેશભાઈ હળપતિ એ પણ ભાગ લઈ રાજ્યભરના વીસેક જેટલા સ્પર્ધકો વચ્ચે તેમણે ૧૦૦-મીટર દોડમાં રાજ્યકક્ષાએ ત્રીજો નંબર પ્રાપ્ત કરતા શાળા પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી.હતી.ક્રિશિતાને શાળાનાં આચાર્ય ચંદ્રવદનભાઈ ઉપરાંત તેમના  પરિવાર જનો,સ્ટાફ તથા ગામના  આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.

Surendranaga,limdi news: સુરેન્દ્રનગરના લીંબડી ખાતે ખેલ મહાકુંભ ૨.૦ રાજ્ય કક્ષાની ખો ખો અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા સંપન્ન.

   Surendranaga,limdi news: સુરેન્દ્રનગરના લીંબડી ખાતે ખેલ મહાકુંભ ૨.૦ રાજ્ય કક્ષાની ખો ખો અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા સંપન્ન. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા તા.૧૯ થી ૨૧ મે, ૨૦૨૪ સુધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, લીંબડી ખાતે યોજાઈ હતી આ સ્પર્ધાના સમાપન પ્રસંગે જિલ્લા કલેકટર કે સી સંપટે ખાસ ઉપસ્થિત રહી સર્વે ખેલાડીઓને ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેડલો મેળવીને જિલ્લા સહિત રાજ્યનું નામ રોશન કરે તે માટે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં અંડર-૧૭ ભાઈઓની ઝોન મુજબ ૮ ટીમોએ ભાગ લીધો હતો જેમાં પંચમહાલ જિલ્લાની ટીમ પ્રથમ સ્થાન, ડાંગ જિલ્લાની ટીમ દ્વિતીય સ્થાન અને મોરબી જિલ્લાની ટીમે તૃતિય સ્થાન મેળવ્યું હતું આ સમાપન પ્રસંગે ઉપસ્થિત કલેકટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, લીંબડી મામલતદાર કે.ડી.સોલંકી સોલંકી, ગુજરાત રાજ્ય ખો-ખો હેડ કો

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ્

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

  Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ. સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું. જે પૈકી  ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે  અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો.  રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ , છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપરા ગામ તથા છાપરા શાળા પરિવાર તર