Skip to main content

Posts

Showing posts from February, 2024

આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

 આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

Khergam: ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

                                Khergam: ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. જનતા માધ્યમિક શાળા ખેરગામ તેમજ એલ એન્ડ ટી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને અગત્સ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ : 28/02/ 2024 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રોજ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન ખેરગામ તાલુકાની જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ તાલુકાના મામલતદારશ્રી ડી.સી.બ્રાહ્મણકાચ્છ સમારંભના અધ્યક્ષ તરીકે બિરાજમાન હતા અને સાથો સાથ તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેશભાઈ વિરાણી,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મનીષભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી લીનાબેન, ખેરગામ સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ તેમજ અને શાળાના સંચાલક મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ ઉપપ્રમુખશ્રી પ્રશાંતભાઈ પટેલ અને કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ પટેલ સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.અગસ્ત્ય ફાઉન્ડેશનના સહયોગથી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા કુલ 32 વૈજ્ઞાનિક કૃતિઓની રજૂઆત કરવામાં આવ...

Gandevi: અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.

    Gandevi: અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.  તારીખ ૨૮-૦૨-૨૦૨૪નાં દિને અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ ૬થી૮નાં બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. શાળાની દીકરીઓ આ  રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પ્રયોગોનો ડેમો રજૂ કર્યો હતો. સરકારશ્રીએ સરકારી શાળાઓમાં સાયન્સ લેબ શરૂ કરવાથી બાળકો વિજ્ઞાનમાં રસ લેતાં થયા છે.

Khergam : ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન' દિવસની ઉજવણી કરાઇ.

   Khergam : ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન' દિવસની ઉજવણી કરાઇ. તારીખ : ૨૮-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ ૬થી૮નાં બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ રમકડાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતાં. જેનું તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

Khergam: કન્યાશાળા ખેરગામ ખાતે 'રાષ્ટ્રીય વિજ્ઞાન' દિવસની ઉજવણી કરાઇ.

    Khergam: કન્યાશાળા ખેરગામ ખાતે 'રાષ્ટ્રીય વિજ્ઞાન' દિવસની ઉજવણી કરાઇ. તારીખ : ૨૮-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ કન્યા  શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં ખેરગામના મહિલા અગ્રણી જિજ્ઞાબેન પટેલના હસ્તે વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક વિભાગના અને ઉચ્ચત્તર વિભાગના બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ રમકડાઓનું નિર્માણ કરવામાં આવ્યાં હતાં. જેનું તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ખેરગામ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચશ્રી કાર્તિક પટેલ, એસ.એમ.સી.નાં સભ્યો અને શિક્ષકો સહિત બાળકો જોડાયાં હતાં. કન્યા શાળા ખેરગામનાં આચાર્યશ્રી ભરતભાઈ સુથાર દ્વારા ભાગ લીધેલ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.

Khergam : ખેરગામ કુમાર શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

               Khergam : ખેરગામ કુમાર શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. આજરોજ કુમાર શાળા ખેરગામ માં શાળા કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળા નાં smc સભ્ય સબનમ બાનું ખાલિદ શેખ દ્વારા કાર્યક્રમ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.તથા બી.આર.સી.કો.ઓર્ડીનેટર વિજયભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.શાળા ના 5 થી 8 નાં બાળકો અને શિક્ષકોના પ્રયત્નો થકી ૨૫ કૃતિઓ નું સુંદર મજાનું નિદર્શન કરવામાં આવ્યું તથા ધોરણ  ૧ થી ૪ નાં બાળકો દ્વારા વૈજ્ઞાનિક રમકડાંનું નિદર્શન કરવામાં આવ્યું હતું.સાથે સાથે વિજ્ઞાન શિક્ષક મેહુલભાઈ બી. પટેલ દ્વારા વિજ્ઞાનને લાગતી ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.તમામ બાળકોને બિસ્કીટનો નાસ્તો કરાવવામાં આવ્યો તથા કાર્યક્રમનાં અંતે બાળકોને પ્રમાણપત્ર તથા શિક્ષણ કિત આપીએ તમામ સ્પર્ધક બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક તથા બાળકોની સર્જન શક્તિ વિકસે એવો રહ્યો હતો. શાળાનાં આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલ ભાગ લીધેલ બાળ...

Navsari:જમાલપોર પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી.

   Navsari:જમાલપોર પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી.  તારીખ-21/02/2024નાં દિને નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જમાલપોર પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે દુનિયાના દરેક દેશોમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દુનિયાના દરેક પ્રાંતોમાં તેમની ભાષામાં દરેક વ્યવહારો થાય છે. અને તેમને તેમની માતૃભાષાનું ગૌરવ પણ લેતા જોવા મળે છે. જમાલપોર પ્રાથમિક શાળામાં બાળકોને બાળપણથી જ તેમની માતૃભાષા પ્રત્યે લગાવ અને ગૌરવની લાગણી પ્રાપ્ત થાય તે માટે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. તેમજ માતૃભાષા અંતર્ગત વિદ્યાર્થીઓએ ગીતો અને વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. અંતે શાળાનાં શિક્ષક દ્વારા માતૃભાષાનું આપણાં જીવન કેટલું મહત્વ છે તે અંગે અને આપણે જીવનની તમામ બાબતો માતૃભાષામાં સરળતાથી શીખી શકીએ છીએ તે અંગે  સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી.